Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલની 148 મી જન્મ જયંતિ નિમિત્તે સ્ટચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલી અર્પિત કરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નર્મદા જિલ્લાના કેવડિયા પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ પોલીસદળના જવાનો દ્વારા યોજાયેલ એકતા પરેડનું પણ નિરીક્ષણ કર્યું હતું અને સલામી આપી હતી. પરેડમાં અર્ધલશ્કરી દળો સાથે પાંચ રાજ્યોના પોલીસ વિભાગ જોડાયા હતા. પીએમ મોદીએ ત્યાં ઉપસ્થિત તમામ લોકોને એકતાના શપથ લેવડાવ્યા હતા. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ પાસે કલા સાથે સંકળાયેલા તમામ કલાકારોએ અવનવાં કરતબ બતાવ્યાં હતા. જેમાં ભારત દ્વારા જી-20ની સફળ યજમાની.ચંદ્રયાન-3ની સફળતા સહિતના વિષયો પર પ્રસ્તુતિ જોવા મળી હતી.  

    આ કાર્યક્રમમાં નારી શક્તિની પણ ઝાંખી જોવા મળી હતી. જેમાં અર્ધલશ્કરી દળની 150 મહિલા સૈનિકોએ 75 બાઈક પર કરતબ કર્યા હતા. તો 25 મહિલા સૈનિકોએ પાઈપ બેન્ડ વગાડી અનોખી પ્રસ્તુતિ કરી હતી.  સાથે જ આ કાર્યક્રમમાં વિવિધ વિષયો પર રંગારંગ કાર્યક્રમનો અદ્ભૂત પ્રસ્તુતિ જોવા મળી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply