Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીના આગમન પૂર્વે સુરક્ષા નિરીક્ષણ માટે રાજ્યગૃહમંત્રી પહોચ્યા ભાવનગર

Live TV

X
  • આગામી તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગર ખાતે કરોડો રૂ.ના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત માટે આવી રહ્યા છે. ત્યારે તેમની સુરક્ષા અંગેની ચકાસણીની કામગીરીના નિરીક્ષણ માટે રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવી ભાવનગર પહોચ્યા હતા. હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીના રોડ-શો પરના માર્ગ અને અને સભા સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. તંત્રની તૈયારીઓ અંગે જાણકારી મેળવી હતી તેમજ જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૫૦૦૦ કરોડ રૂ.થી વધુના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત માટે આગામી તા. ૨૯ ના રોજ ભાવનગર આવી રહ્યા છે. ત્યારે તેમના આગમન પૂર્વે તેમની સુરક્ષા અંગેની કામગીરી અંગે માહિતી લેવા અને જે માર્ગ પર રોડ-શો યોજવાનો છે તે માર્ગ અને સભા સ્થળ પરની જરૂરી સુરક્ષા નિરીક્ષણ માટે આજે રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવી આજે સાંજે ભાવનગર પહોચ્યા હતા. એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓ કલેકટર-આઈજી-એસપી સહિતના અધિકારીઓ સાથે રોડ-શો ના માર્ગ પર નિરીક્ષણ માટે પહોચ્યા હતા. 

    હર્ષ સંઘવીએ મહિલા કોલેજ-ઘોઘા સર્કલ-રૂપાણી સર્કલ સહિતના માર્ગ પર નિરીક્ષણ કર્યું હતું. પ્રજા વધુમાં વધુ તેમાં જોડાઈ શકે અને છતાં કોઈ અવરોધ ન થાય તે બાબતે કામગીરી કરવા સુચન કર્યું હતું. ત્યારબાદ તેઓ સભા સ્થળ પર પહોચ્યા હતા. અહીં બે લાખ કરતા વધુ જનમેદની પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં એકઠી થવાની છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply