પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં આજે એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે પ્રધાનમંત્રીના આગમન પૂર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમિન બિલ્ડીંગ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રકૃતિના સંરક્ષણ માટે 'ગ્રીન ઇનિશિએટિવ' હેઠળ પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં 30 ઇ-બસ, 210 પબ્લિક બાઇક શેરિંગ, ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સિટિ ગેસનું વિતરણ જેવી સુવિધાઓનું લોકાર્પણ તેમજ 4 મેગાવોટ સ્થાપિત ક્ષમતા સાથેના સોલાર પેનલ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતાનગર ખાતે રૂપિયા 81 કરોડના ખર્ચે નિર્માણ થયેલ સહકાર ભવનનું લોકાર્પણ કરશે. એકતાનગરમાં પ્રવાસીઓની સુવિધા માટેના રૂ. 196 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત પણ કરશે.
એકતાનગરથી અમદાવાદ વચ્ચે દર રવિવારે ચાલનારી હેરિટેજ ટ્રેનને લીલીઝંડી આપીને પ્રારંભ કરાવશે. રૂ.૭.૫ કરોડના ખર્ચે બનાવેલા કમલમ પાર્કનું લોકાર્પણ કરશે.
