Skip to main content
Settings Settings for Dark

સોમનાથ ટ્ર્સ્ટનાં અધ્યક્ષ સ્થાને ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વરણી

Live TV

X
  • પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને સોમનાથ ટ્રસ્ટી મંડળની 122મી બેઠક ગાંધીનગરમાં રાજભવન ખાતે મળી હતી. જેમા પ્રધાનમંત્રી દ્વારા સોમનાથ ટ્રસ્ટે તૈયાર પ્રધાનમંત્રીના આહ્વાન પર મેરી મિટ્ટી મેરા દેશનો વીડિયો લોકો સમક્ષ મુકવામાં આવ્યો.

    આ વીડિયોમાં સોમનાથ મંદિરના ઈતિહાસ, વીર રસ અને મંદિરની ધરોહરને ઉજાગર કરવામાં આવી છે.ટેકનોલોજીના માધ્યમથી સોમનાથ મંદિરે દર્શનાર્થે આવતા ભકતોની સંખ્યા, ઓનલાઈન બુકિંગ, પૂજાવિધિ, પ્રસાદી વિતરણ જેવી વ્યવસ્થાની જાણકારી માટે ડેશબોર્ડનો શુભારંભ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યો.

    આ ડેશબોર્ડના શુભારંભથી તમામ ટ્રસ્ટીઓ ટ્રસ્ટની વિવિધ કામગીરી અંગેની રોજે રોજની માહિતી ડેશબોર્ડ મારફત મેળવી શકશે.અયોધ્યમાં નિર્માણ પામી રહેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમર્પિત કરવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના રામ નામ મંત્ર લેખન મહાયજ્ઞ પુસ્તિકા તૈયાર કરાઈ છે.

    આ પ્રસંગના સાક્ષી બને એ અંગેના અભિયાનનો શુભારંભ પીએમ મોદીએ સૌપ્રથમ રામ નામ મંત્ર લખી કરાવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply