Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીનું ગુજરાત આગમન, ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતની મુલાકાતે છે. પ્રધાનમંત્રી આજે સાંજે સાડા પાંચ કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યાં જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. બાદમાં તેઓ સીધા અમદાવાદથી ગાંધીનગરમાં શાળાના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા.

    શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ઉત્તમ  શીખવા શીખવવાના પ્રયત્નો અને  યોગદાનને મજબૂત બનાવવા અવલોકન અને મૂલ્યાંકન માટે આજરોજ પ્રધાનમંત્રી દ્વારા ઓનલાઇન વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિવિધ સ્થળોના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત યોજવામાં આવી હતી.ઓનલાઇન પોર્ટલથી વિદ્યાર્થીઓની હાજરી પુરાશે  પ્રધાનમંત્રી એ મહર્ષિ  વેદ વ્યાસની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી. આ કેન્દ્રમાં પ્રધાનમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરાયું. 

    આ સેન્ટર વિદ્યાર્થીઓને શીખવાના પરિણામ વધારવા વાર્ષિક 500 કરોડથી વધુ ડેટા સેટ એકત્ર કરે છે. અને મોટા ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરી તેનુ સાર્થક વિશ્લેષણ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું. 

    આ કેન્દ્રમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની દૈનિક ઓનલાઇન હાજરી ટ્રેક કરવામાં મદદ કરે છે. શાળાઓ માટે આ વિદ્યા સમીક્ષા કેન્દ્રને વિશ્વ બેંક દ્વારા વૈશ્વિક સ્તર પર સર્વોત્તમ પહેલ માનવામાં આવી છે.પ્રધાનમંત્રીએ વિવિધ પ્રદર્શનને નિહાળ્યુ હતું અને તજજ્ઞો સાથે તેનું ઝીણવટભર્યુ અવલોકન કર્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply