Skip to main content
Settings Settings for Dark

સુરતમાં ત્રિદિવસીય સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન નેશનલ સમિટનો પ્રારંભ

Live TV

X
  • શહેરમાં પ્રજાલકક્ષી વ્યવસ્થા, સવલતો સાથે બ્યુટિફિકેશનની કામગીરી કરનાર શહેરને વિભિન્ન કેટેગરી હેઠળ એવોર્ડ આપવામાં આવે છે. 

    સુરતમાં સરથાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજથી 3 દિવસીય  સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન નેશનલ સમિટનો પ્રારંભ થયો છે. સમિટમાં દેશના 100 શહેરના ડેલિગેટ્સ આવશે. જ્યારે 34 સ્માર્ટ સિટીને અલગ અલગ એવોર્ડ આપવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે ગ્રાન્ડ ઓપનિંગ અને એવોર્ડ સેરેમની, બીજા દિવસે થીમેટીક સેશન્સ અને ત્રીજા દિવસે સુરતના વિવિધ પ્રોજેકટોની વિઝિટ કરવામાં આવશે. પ્રથમ દિવસે એવોર્ડ સેરેમનીમાં વિશેષ કામગીરી કરનારા શહેરોને સિટી એવોર્ડ, ઇનોવેટીવ એવોર્ડ અને પ્રોજેક્ટ એવોર્ડ સહિત 51 એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં સુરત અને ઇન્દોરને 5 પાંચ-પાંચ એવોર્ડ મળ્યા હતાં. 

    દેશના વિવિધ રાજ્યના મહાનગરોમાંથી આવનારા મહેમાનોને આવકારવા રાજ્યના ડેવલપમેન્ટથી વાકેફ કરાવવા ગુજરાત પેવેલિયન તૈયાર કરાયું છે. આ પેવેલિયનમાં રાજ્યની મુખ્ય ચાર મહાપાલિકા દ્વારા થયેલી વિકાસલક્ષી કામગીરીના મોડેલ રજૂ કરવામાં આવશે. સુરત મહાપાલિકા દ્વારા ડ્રીમ સિટી ગેઇટ તથા ગ્રીન ઓફિસ બિલ્ડિંગનું મોડેલ મૂકવામાં આવ્યા છે. તો, અમદાવાદ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ અને પબ્લિક સાયકલ શેરિંગ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યું છે. રાજ્યના પાટનગર ગાંધીનગર દ્વારા રિન્યુએબલ એનર્જી અંતર્ગત સોલાર ટ્રીની કૃતિ રજૂ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply