Skip to main content
Settings Settings for Dark

ઈશા ફાઉન્ડેશન (સદગુરુ)ના સંદેશ સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં માટી બચાવો અનોખા અભિયાનનો આરંભ

Live TV

X
  • ઈશા ફાઉન્ડેશન (સદગુરુ)ના સંદેશ સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં માટી (Save Soil From Chemical) બચાવવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. દીવના પ્રકૃતિ પ્રેમીઓએ દીવના લોકોમાં માટી પ્રત્યે જાગૃતિ આવે તેના વિશે લોકોને માહિતી મળે તે સંદર્ભે બાઇક રેલીનું આયોજન કર્યું. જેનો મુખ્ય ઉદ્દેશ લોકો આવનારા સમયમાં જે લોકો માટીના વ્યવસાય સાથે જોડાયેલા છે તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે છે. 

    આ રેલીના માધ્યમથી લોકોને જાગૃત કરી માટી બચાવી અને સમાજના લોકોને સારું ખનીજ, અનાજ, કઠોળ અને ચોખ્ખી વસ્તુ મળશે અને લોકોમાં બીમારીનું પ્રમાણ પણ ઘટશે. કેમિકલયુક્ત માટીથી જમીન ખરાબ થાય છે. તેનાથી લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે અને લોકો વધુને વધુ બીમાર પડે છે. આમ, સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે કરવામાં આવેલી આ પહેલ ખરેખર લોકોને મદદરૂપ બનશે. 

    લોકોનું સ્વાસ્થ્ય અને સુખાકારી ના જોખમાય એ માટે લોકજાગૃતિ માટે માટી બચાવો રેલીમાં લોકોને જોડાવવા આગળ આવવા કહેવામાં આવ્યું હતું. દીવની જનતા આ લોક જાગૃતિના કાર્યક્રમમાં વધુ ને વધુ જોડાય તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પ્રકૃતિપ્રેમી અને જે પણ લોકો આ મિશનમાં જોડાવવા માંગતા હોય તે લોકો પહેલ કરે તેવી અપીલ કરવામાં આવી હતી.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply