Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુર જિલ્લાના બાંધકામ શ્રમિકોનાં બાળકોનાં શિક્ષણ માટે 20 હોસ્ટેલ શરૂ કરાઈ

Live TV

X
  • શ્રમેવ જયતે. જેના જીવનમાં શ્રમ છે તેવા ઉદ્યમી અને મહેનતુ શ્રમિકો માટે જયારે તેઓ કામ પર જાય ત્યારે એક મોટો પ્રશ્ન તેમના બાળકોના શિક્ષણ અને કેળવણી કે તેમની સંભાળ માટેનો હોય છે. આવા સમયે બાળકોને યોગ્ય કેળવણી મળે, ભોજન મળે તેમજ તેમના રહેવા માટેની સલામત જગ્યા હોય તે માટેનો એક મુખ્ય વિકલ્પ હોય તો તે હોસ્ટેલની વ્યવસ્થા જ હોય.  

    છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોનાં બાંધકામ શ્રમિકો રાજયના અલગ અલગ વિસ્તારોમાં રોજગારી અર્થે જતાં હોય છે, જેથી તેઓનાં બાળકોને શિક્ષણની સુવિધાઓ મળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાંધકામ શ્રમિકોનાં બાળકોને જિલ્લાના જેતે વિસ્તારમા રહીને જ શિક્ષણ મળી રહે તે હેતુથી ધોરણ 1 થી 8 નાં વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની સુવિધા સાથે  છોટા ઉદેપુર તાલુકામાં 12, કવાંટ તાલુકામાં 3, જેતપુર પાવી તાલુકામાં 3 જેટલી હોસ્ટેલ શરૂ કરાઇ છે. આ શરૂ કરાયેલી 20 હોસ્ટેલોમાં 1000 થી વધુ બાળકો  હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યાં છે. 

    હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને સવારે નાસ્તા સાથે બે ટાઇમ પોષ્ટિક ભોજન સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળતાં છોટાઉદેપુર જિલ્લાના શ્રમિક પરિવારમાં ખુશી જોવા મળી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply