જામનગરના ગોરધનપર ખાતે નિર્માણ પામશે વિશ્વનું પ્રથમ ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન’
Live TV
-
આદિ કાળના પૂર્વજોએ રોંગોથી મુક્તિ મેળવવા માટે જે જંગલી જડ઼ીબૂટ્ટીઓનો, રહેણીકરણી અને અન્ય પદાર્થોને રોગાનુસાર આરોગ્યાર્થ સ્વરૂપમાં સ્વીકાર કર્યો. આ બધું જ્ઞાન એમણે પેઢી દરપેઢી વારસામાં આપતા ગયા. આ બધું જ જ્ઞાન શ્રુતિ અને સ્મૃતિ પર આધારિત રહ્યું. કાળક્રમે આ જ્ઞાન એક સ્થાન પર એકત્ર થયું. જ્યારે ગુરૂકુળોની સ્થાપના થઇ તો ધર્મ, કર્મ, અર્થ, કામ અને મોક્ષ ઇત્યાદિની પ્રાપ્તિ માટે એમ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી તન અને મન સ્વસ્થ નહી હોય, ત્યાં સુધી આ ઉદ્દેશ પ્રાપ્ત કરવો કઠિન છે, તેથી પહેલી આવશ્યકતા શરીરને સ્વસ્થ રાખવાની છે.
જ્યાં સુધી લિપિની રચના થઇ ત્યાં સુધી આ જ્ઞાન સ્મૃતિ અને શ્રુતિને સહારે જીવિત રહ્યું. જ્યારે લિપિની રચના થઇ ત્યારે આ જ્ઞાન પત્થરો તેમ જ ભોજપત્રો પર લખીને સાચવવામાં આવ્યું.
જામનગર પાસેના ગોરધનપર ખાતે તા. 19 એપ્રિલના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વિશ્વના સૌ પ્રથમ નિર્માણાધીન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન (GCTM)નો શિલાન્યાસ કાર્યક્રમ યોજાનાર છે.આ પ્રસંગે W.H.O.ના ડાયરેકટર જનરલ ટેડ્રોસ, મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જુગનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
વિશ્વમાં પરંપરાગત ચિકીત્સા પદ્ધતિઓ માટેનુ વૈશ્વિક કેન્દ્ર સાકાર થવાથી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિન્હ અંકિત કરશે. તેમજ પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થય બાબતો પર નેતૃત્વ પૂરૂ પાડશે.આ કેન્દ્રના માધ્યમથી પરંપરાગત દવાઓ, સામાજિક-સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપક પણે વિતરીત થશે.
જામનગરના આંગણે નિર્માણ થનાર આ કેન્દ્રથી સમગ્ર વિશ્વમાં આયુષ પ્રાણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે. તેમજ પરંપરાગત ઔષધને પ્રોત્સાહન મળશે અને ગુજરાત આયુષ ઔષધીનું મુખ્ય મથક બનશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત ઔષધો માટે આ પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક દૂરનું કેન્દ્ર જામનગરમાં સાકાર થવાથી અને વિશ્વસ્તરની સંસ્થાની સ્થાપનાથી ગુજરાત અને જામનગર ગૌરવવંતા થયા છે.
પરંપરગત દવાઓની ગુણવતા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંબંધ ખાત્રી થશે. ઉપરાંત, ડેટા એકત્ર કરવાના વિશ્લેષણો અને અસરનુ મૂલ્યાંકન કરવા માટે સબંધિત તકનીકી ક્ષેત્રો, સાધનો માટે ઉપયોગી થશે. આ સેન્ટર વિશિષ્ટ ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો વિકસાવવા પણ ઉપયોગી પુરવાર થશે.
કેન્દ્ર તથા રાજ્ય સરકારના મંત્રીઓની ઉપસ્થિતમાં યોજાનાર કાર્યક્રમના સુચારૂ આયોજન માટે તમામ તૈયારીઓને આયુષ વિભાગ, ITRA- જામનગર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)ના આ નવા પ્રકલ્પના નિર્માણ થકી પરંપરાગત ચિકિત્સા સંદર્ભે વિશ્વના તમામ ક્ષેત્રોને જોડવામાં આવશે અને જેનો લાભ ભારત સહિત સમગ્ર વિશ્વને મળશે.આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) ચાર મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં સંશોધન અને શિક્ષણ, માહિતી અને પૃથ્થકરણ, સ્થિરતા અને સમાનતા તેમજ વૈશ્વિક આરોગ્ય સેવાઓમાં પરંપરાગત ચિકિત્સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનીકરણ અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવશે. તે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને ઉત્પાદનો પર નીતિઓ અને ધોરણો માટે નક્કર આધાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને વિશ્વભરના દેશોને તેમની આરોગ્ય પ્રણાલીમાં યોગ્ય રીતે સંકલિત કરવામાં મદદ કરશે.
