પ્રધાનમંત્રી એ અમદાવાદ એરપોર્ટ ખાતે UAEના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ ખાતે યુનાઇટેડ આરબ અમીરાતના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વિદેશ મંત્રી એસ.જયશંકર, એનએસએ અજીત ડોભાલ, રાજ્યપાલ દેવવ્રત આયાર્ય અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. યુએઇના પ્રમુખ ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા ભારત પહોંચ્યા છે. એરપોર્ટ પર સાંસ્કૃતિક કલાકારોના નૃત્ય સાથે યુએઇના પ્રમુખનું સ્વાગત થયું હતું. એરપોર્ટ પર સ્વાગત થયા પછી બંને નેતાએ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના ભવ્ય રોડ શોમાં ભાગ લીધો હતો.
કાફલાને આવકારવા માર્ગની બંને બાજુ લોકો તિરંગો લહેરાવી રહ્યા હતા. યુએઇ ભારતનું મોટું વેપારી સહયોગી છે. રોડ શો પછી પીએમ મોદી અને UAEના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા હતા.
