પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને ઉદ્ધાટિત કર્યો
Live TV
-
શોપિંગ ફેસ્ટીવલમાં અમદાવાદ શહેરની પ્રખ્યાત હોટેલ્સ, પગરખાંની અગ્રગણ્ય કંપનીઓ ઓપ્ટીકલ, પેથોલોજીકલ, જવેલરી,ઇલેકટ્રોનિકસ આઇટમ ગારમેન્ટ, મોબાઇલ સહિતની નાની મોટી વસ્તુઓ ૧૦ થી ૫૦ ટકા વળતરથી મળશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને ઉદ્ધાટિત કર્યો હતો. તેમજ તેમણે શોપિંગ ફેસ્ટિવલમાં વિવિધ સ્ટોલની મુલાકાત લઇને ઉત્પાદનો વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. શોપિંગ ફેસ્ટીવલમાં અમદાવાદ શહેરની પ્રખ્યાત હોટેલ્સ, પગરખાંની અગ્રગણ્ય કંપનીઓ ઓપ્ટીકલ, પેથોલોજીકલ, જવેલરી,ઇલેકટ્રોનિકસ આઇટમ ગારમેન્ટ, મોબાઇલ સહિતની નાની મોટી વસ્તુઓ ૧૦ થી ૫૦ ટકા વળતરથી મળશે. ગુજરાતના હસ્તકલા, હાથશાળના કારીગરોને પણ તક મળે એ માટે 'સરસ મેળા' નું પણ આયોજન કરવામાં આવ્યું છે. 'સરસ' એટલે સેલ ઓફ આર્ટીકલ ઓફ રુરલ આગેર્જન એવું થાય છે. 'સરસ' મેળામાં ગુજરાતના કારીગરો ભાગ લેવાના છે. આ તકે બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે શોપિંગ ફેસ્ટિવલમાં નાના મોટા બધા વેપારીઓ ભાગ લઈ રહ્યા છે. સાથે જ પ્રધાનમંત્રીએ તેમની આગવી શૈલીમાં અમદાવાદીઓની ખરીદીની પ્રકૃતિને પણ બિરદાવી હતી
