Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરામાં 3,900 કરોડ રૂપિયાથી વધારેની પરિયોજઓની શિલાન્યાસ કર્યો

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના મહેસાણા જીલ્લાના મોઢેરામાં 3 હજાર 900 કરોડ રૂપિયાથી વધારેની પરિયોજઓની શિલાન્યાસ વિધી કરી અને રાષ્ટ્રને સમર્પિત કરી. આ પરિયોજનાઓમાં 511 કરોડ રૂપિયાની સાબરમતી-જગુદણ રેલ્વે ગેજ પરિવર્તન પરિયોજનાની શરૂઆત અને O.N.G.C. નંદાસણ  કેન્દ્રના ઉદઘાટનનો સમાવેશ થાય છે. 
       
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ પરિયોજનાઓથી મોઢેરા અને મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વિકાસની નવી ઉર્જાનો સંચાર થયો છે. પ્રધાનમંત્રીએ સૂર્યમંદિર માટે પ્રખ્યાત મોઢેરા ગામને દેશના સૌપ્રથમ ચોવીસે 24 કલાક સૌર ઉર્જા સંચાલિત ગામ ઘોષિત કર્યું.

    આ પહેલી પરિયોજના છે જે હેઠળ 80 કરોડ રૂપિયાને ખર્ચે પ્રતિષ્ઠિત મોઢેરા ગામમાં 1300 થી વધારે ગ્રામીણ ધરોહર સોલર રૂફટોપ સ્થાપવામાં આવ્યા છે. તેને પગલે વીજળી બિલોમાં 60થી 100 ટકાથી વધારે ઘટાડો થયો છે.
            
    મોઢેરામાં પ્રધાનમંત્રીએ અનેક પરિયોજનાઓની શિલાન્યાસ વિધી કરી તેમાં પાટણથી ગોઝારિયા વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ- 68ને ચાર લેનનો બનાવવો, મહેસાણામાં દૂધસાગર ડેરીમાં એક નવા સ્વંયસંચાલિત મિલ્ક પાવડર પ્લાન્ટ સ્થાપવા જેવી પરિયોજનાઓનો સમાવેશ થાય છે.
            
    આ અગાઉ પ્રધાનમંત્રી મોદી ત્રી-દિવસીય ગુજરાત પ્રવાસના પહેલા ચરણમાં આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply