Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે  વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટમાં 350 જેટલા વિદેશી ડેલિગેટ સહિત કુલ 5,000થી વધુ ઉદ્યોગકારો ભાગ લઈ રહ્યા છે. તથા રિલાયન્સ, અદાણી, ટાટા, ન્યારા, એસ્સાર સહિતની કંપનીઓના ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યા છે. આ તકે પીએમ મોદીએ સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં   રૂપિયા 13 નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની જાહેરાત કરી હતી. તેમજ  રાજકોટના નાગલપરમાં મેડિકલ ડિવાઇસ પાર્કનું પણ ઉદ્ધાટન  કર્યું હતું. તે અગાઉ પીએમ મોદીએ 18 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલા વિશાળ પ્રદર્શનની મુલાકાત લઇને ગુજરાતની વધતી જતી ઔદ્યોગિક તાકાત અને ટેકનોલોજીકલ પ્રગતિને બિરદાવી હતી. તેમણે કોન્ફરન્સમાં સંબોધન કરતા  તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ ભારતના ગ્રીન ડેવલપમેન્ટ, ગ્રીન મોબિલિટી અને ઉર્જા સુરક્ષા માટે પણ એક મુખ્ય કેન્દ્ર બની રહ્યા છે. કચ્છમાં 30 GW નો રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. આ વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક હશે. તમે કલ્પના કરી શકો છો કે આ પાર્ક પેરિસ શહેર કરતા પાંચ ગણો મોટો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply