Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે, 'વિશ્વાસથી વિકાસ યાત્રા' અંતર્ગત 'સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ'નો પ્રારંભ

Live TV

X
  • અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત 'સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ'નું ઉદધાટન કરવામાં આવ્યું.  17 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન 175 શૈક્ષણિક સંસ્થાઓમાં  યોજાનારા 'સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ'નો મુખ્ય હેતુ રિસર્ચ અને ઈનોવેશન ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરે અને આત્મનિર્ભર ભારત માટે યુવાનોનું સશક્તિકરણ કરવાનો છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું કે,  જનપ્રિય જનનાયક, યુવા શક્તિના પ્રેરણાસ્રોત અને ગ્લોબલ લીડર એવા નરેન્દ્ર મોદીના જન્મદિવસે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલનો શુભારંભ થયો છે. આજનો આ દિવસ આપણા સો માટે એક ઐતિહાસિક અને યાગદાર દિવસ પણ બન્યો છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, ઇનોવેશન ક્ષેત્રમાં એવી ફેસિલિટી સરકાર દ્વારા ઊભી કરવામાં આવી છે જેના કારણે સામાન્યમાં સામાન્ય સ્ટુડન્ટ્સને તેના વિચારને ગ્લોબલ માર્કેટ સુધી લઈ જવામાં મદદ મળી રહી છે. નરેન્દ્ર મોદીનું જ સ્વપ્ન છે કે વિદ્યાર્થીને એક ગ્લોબલ માર્કેટ મળે જેના કારણે તે દેશની વિકાસ યાત્રામાં ભાગીદાર બને અને એ આજે સાર્થક થઈ રહ્યું છે, એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. સ્ટાર્ટઅપ ક્ષેત્રની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશના આર્થિક વિકાસમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપનું પણ ઘણું મહત્ત્વ છે. આજે સામાન્યમાં સામાન્ય સ્ટુડન્ટ્સને કોઈપણ પ્રકારની નાણાકીય અગવડ હોય તો સરકાર તેને મદદ કરે છે અને તેને માર્કેટ સુધી લઈ જવામાં સહકાર પણ આપે છે, જેના કારણે જ ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં સતત ત્રણ વર્ષથી પ્રથમ ક્રમે આવી રહ્યું છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતે તાજેતરમાં સેમિકંડકટર પોલિસીની જાહેરાત કરી છે. આવનાર સમયમાં ગુજરાત ગુજરાત સેમિકન્ડક્ટર ચિપનું હબ બનવાનું છે. સેમિકન્ડક્ટર બનાવતી કંપનીઓ સાથે એમઓયુ પણ થઈ ચૂક્યા છે. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને કારણે ગુજરાતના 1 લાખ યુવાનોને રોજગારી મળશે, એમ તેમણે ઉમેર્યું હતું.

    આ પ્રસંગે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP-2.0) અંતર્ગત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગુજરાત એક્રેડીટેશન એન્ડ રેકીંગ ઈન્સ્ટિટ્યુટ મિકેનીઝમ એન્ડ એરેન્જમેન્ટ – ગરિમા (GARIMA)ના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત,  મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) ના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સ્કીમ ઓફ ડેવલપીંગ હાઈ ક્વોલીટી રીસર્ચ (SHODH) અંતર્ગત સંશોધનકર્તાઓને સહાય વિતરણ કરવામાં આવી હતી . આ પ્રસંગે રાષ્ટ્રીય શિક્ષણનીતિ (NEP)ના અમલીકરણના પ્રથમ બે વર્ષના કમ્પેડિયમનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલ 15 વુમન સ્ટાર્ટ અપને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply