પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિધનથી અનેક રાજકીય આગેવાનોએ વ્યક્ત કર્યુ દુખ.
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું દુઃખદ નિધન થયુ છે..દેશભરમાંથી રાજકીય મહાનુભાવોએ દુઃખની લાગણી વ્યક્ત કરી કરી છે..રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ પોતાનો શોક વ્યક્ત કર્યો હતો જ્યારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પણ શ્રધ્ધાસુમન અર્પણ કરીને હીરાબાને ત્યાગ અને સાદગીના પ્રતિક ગણાવ્યા હતા અને પીએમ મોદીના પરિવારને સાંત્વના પાઠવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પણ સંવેદના વ્યક્ત કરી હતી આ ઉપરાંત કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ પણ દુખ વ્યક્ત કર્યુ હતું. આ ઉપરાંત પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈકેયૈ નાયડુ અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ જયદિપ ધનખડે પણ હીરાબાના નિઘન અંગે શોક વ્યક્ત કર્યો હતો. જ્યારે કેન્દ્રીય મંત્રીઓ સ્મૃતિ ઇરાની, નિર્મલા સિતારામણ, રાજનાથસિંહ , ઉત્તરપ પ્રદેશના મુખ્યંત્રી યોગી આદિત્યનાથ સહિતના મહાનુભાવોએ હિરાબાને શ્રધ્ધાંજલી અર્પી હતી અને પીએમ મોદીને સાંત્વના પાઠવી હતી.ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરતા લખ્યુ છે કે માં દરેક વ્યક્તિના જીવનમાં પ્રથમ મિત્ર અને ગુરુ હોય છે..જેને ગુમાવ્યાનું દુઃખ નિઃસંદેહ સંસારનું સૌથુ મોટુ દુઃખ છે..હીરાબાએ જે સંઘર્ષોનો સામનો કરતા પરિવારનું પાલન-પોષણ કર્યુ હતુ તે તમામ માટે એક આદર્શ છે..તેમનું ત્યાગપૂર્ણ તપસ્વી જીવન સદાય આપણી સ્મૃતિમાં રહેશે..સમગ્ર દેશ આ દુઃખના સમયમાં પ્રધાનમંત્રી મોદી અને તેમના પરિવાર સાથે છે...તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુખની લાગણી વ્યક્ત કરતા ટ્વીટ કર્યુ છે..મુખ્યમંત્રીએ કહ્યુ કે પૂજ્ય હીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોના પ્રતિમૂર્તિ હતા. હીરાબા ના દેવલોક ગમનથી ઊંડા દુ:ખની લાગણી અનુભવું છું...તો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દુખ વ્યક્ત કરતા લખ્યુ છે કે હીરાબાને નમન..હિરાબાના સંકલ્પ અને કર્તવ્યનિષ્ઠા અમારા સૌકોઈ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દુખ વ્ચક્ત કરતા લખ્યુ છે કે ભક્તિ , તપસ્યા અને કર્મના ત્રિવેણી તેમજ નરેન્દ્ર મોદી જેવા વ્યક્તિત્વને ઘડનાર પૂજ્ય હિરાબાનું નિધન અત્યંત દુઃખદ...હિરાબા સૌ માટે સદાય પ્રેરણામૂર્તિ બની રહેશે. તો કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજૂએ પણ ટ્વીટ કરતા દુઃખ વ્યક્ત કર્યુ છે..તેમણે લખ્યુ છે કે એક પ્રેમાળ માતા કે જેમણે રાષ્ટ્રને કિંમતી હિરો આપ્યો છે. એવા હીરાબાના નિધનથી ઉંડી સંવેદના વ્યક્ત કરુ છું. ઇશ્વર તેમના આત્માને શાંતિ પ્રદાન કરે. તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરતા લખ્યુ છે કે હિરાબા અત્યંત સંઘર્ષપૂર્ણ જીવન જીવતા પોતાના પરિવારમાં જે સંસ્કારોનું સિંચન કર્યુ હતુ તેનાથી નરેન્દ્રભાઈ જેવુ નેતૃત્વ દેશને મળ્યુ છે. તેમની અત્યંત સરળ અને મમતામયી છબી હમેશા સ્મૃતિપટલ પર જીવંત રહેશે.
