પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં લગભગ 2900 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. પ્રધાનમંત્રી સુરત આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી સભાસ્થળ સુધી યોજાયેલા રોડ-શો માં સુરતની જનતા ઉમટી પડી છે. બે દિવસના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં લગભગ 2900 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. પ્રધાનમંત્રી લગભગ 11 વાગ્યે સુરતમાં 3400 કરોડ રૂપિયાથી વધારેની વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. જેમાં જળઆપૂર્તિ, જલનિકાસની પરિયોજનાઓ, ડ્રીમ સિટી, બાયોડાયવર્સિટી પાર્ક અને અન્ય વિકાસકાર્યોને ખુલ્લા મુકશે. ઈલેક્ટ્રીક વાહનો સાથે જોડાયેલી આધારભૂત સુવિધાઓની સાથે સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત વિકાસ કાર્યની ભેટ ગુજરાતને આપશે. પ્રધાનમંત્રી સડક પરિયોજનાના પહેલા ફેસના કાર્યો અને ડાયમંડ રીસર્ચ એન્ડ મર્કન્ટાઇલ સિટીના મુખ્ય પ્રવેશદ્વારનું પણ ઉદ્ધાટન કરશે. સુરતમાં પ્રધાનમંત્રી ડૉક્ટર હેડગેવાર બ્રિજથી ભીમરાજ બ્રિજ સુધી 87 હેક્ટરથી વધારે વિસ્તારમાં બની રહેલા બાયોડાયવર્સિટી પાર્કનું પણ ભૂમિપૂજન કરશે. પ્રધાનમંત્રી સુરતના વિજ્ઞાન કેન્દ્ર ખોજ સંગ્રાહલયનું પણ ઉદ્ધાટન કરશે. ત્યારપછી પ્રધાનમંત્રી ભાવનગર જશે. જ્યાં પ્રધાનમંત્રી 5200 કરોડ રૂપિયાથી વધારેની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ અને બ્રાઉનફિલ્ડ બંદરગાહનું ભૂમિપૂજન કરશે. આ બંદરગાહને 4 હજાર રૂપિયાથી વધારે ખર્ચથી વિકસિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી રાત્રે અમદાવાદના GMDC મેદાનમાં નવરાત્રિ મહોત્સવમાં પણ ભાગ લેશે.
