Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવસારીમાં, 2.5 લાખ મહિલાઓને આપશે કરોડોની સહાય

Live TV

X
  • ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવેલા PM મોદી નવસારીમાં લખપતિ દીદી સંમેલનમાં હાજરી આપશે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવસારીમાં લખપતિ બહેનોનું સન્માન કરશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવેલા છે. ત્યારે તેમના દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. હાલ 2 દિવસના પ્રવાસમાં આવેલા PM મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવનાર છે.

    નવસારીના વાસી બોરસી ખાતે સંમેલનમાં PM મોદીના વરદહસ્તે 25 હજારથી વધુ સ્વ સહાય જૂથની 2.5 લાખથી વધુ મહિલાઓને રુ.450 કરોડથી વધુની સહાય અપાશે. આ ઉપરાંત PM મોદી જી-સફલ કે, જે 2 મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને 13 મહત્વાકાંક્ષી તાલુકાઓમાં અંત્યોદય પરિવારોની સ્વ-સહાય જૂથની મહિલાઓની આજીવિકાલક્ષી પ્રવૃતિઓ અંતર્ગત નાણાકીય સહાય માટેની યોજના અને જી-મૈત્રી ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય અને માર્ગદર્શન માટેની યોજનાનું લોકાર્પણ કરાશે.

    નવસારી જિલ્લાના જલાલપોરના વાસી બોરસી ગામે આજે સવારે 10: 30 વાગ્યાના રોજ PM મોદી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લખપતિ દીદી સંમેલનમાં હાજરી આપશે.

    આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી. આર પાટીલ, કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલ, નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ અને આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહેશે.

    આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જિલ્લાની મુલાકાતે છે.  જેમા પ્રધાનમંત્રી 1 લાખથી વધુ મહિલાઓ સાથે મહિલા દિનની ઉજવણી કરશે. આ અનોખો કાર્યક્રમ બીજી એ રીતે પણ વિશિષ્ટ છે. ભારતના ઈતિહાસમાં પ્રથમ વાર પ્રધાનમંત્રીની સુરક્ષાનું હવાલો મહિલા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલા સશક્તિકરણ અને મહિલા કૌશલ્યનો સંદેશો આપવા માટે ગૃહ વિભાગે નવતર પ્રયોગ કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
apply