Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા જિલ્લાનું હવામાન

Live TV

X
  • હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે. આજે વહેલી સવારથી રાજ્યવાસીઓને ગરમીમાંથી રાહત મળે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની થઈ હોવાથી ઠંડા પવન ફુંકાયા છે.

    આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, ખેડા, મોરબી, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ વલસાડ,કચ્છ, ગીરસોમનાથ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. બીજી તરફ જામનગરમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

    બીજી તરફ આજે અમદાવાદ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, પોરબંદર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 22 ડિગ્રી ન્યૂતમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી, ભરૂચ, દેવભૂમિ દ્વારકા, જામનગર, નર્મદા, નવસારી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
apply