Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન 

Live TV

X
  • દેશના પ્રધાનમંત્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા હોય તેવો આ બીજો પ્રસંગ છે. આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઇ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બની ચુક્યા છે. 

    સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક સમાપ્ત થઈ ગઈ છે અને ટ્રસ્ટના નવા અધ્યક્ષ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નિમણુક કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે દેશના પ્રધાનમંત્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા હોય તેવો આ બીજો પ્રસંગ છે. આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઇ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બની ચુક્યા છે. 

    આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી. 

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ બનવા પર હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. સોમનાથ તીર્થ ક્ષેત્રના વિકાસ પ્રત્યે મોદીજીનું સમર્પણ અદ્ભુત રહ્યું છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મોદીજીની અધ્યક્ષતામાં ટ્રસ્ટ, સોમનાથ મંદિરની ગરિમા અને ભવ્યતાને હજુ પણ આગળ વધારશે.' 

    રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, 'જે સોમનાથ મંદિરની રક્ષા માટે ઘણા લોકોએ પોતાના જીવનનું પણ બલીદાન આપ્યુ છે, જેનો જીણોદ્ધાર રાણી અહિલ્યાબાઈ દ્વારા અને પુનઃનિર્માણ સરદાર પટેલ સાહેબ દ્વારા થયું, તે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન. મોદીજીના નેતૃત્વમાં મંદિરનું ગૈરવ હજુ પણ વધારે વધશે.'

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply