Skip to main content
Settings Settings for Dark

સુરત: ફૂટપાથ પર સુઈ રહેલા શ્રમિકો પર ડમ્પર ફરી વળતા 13 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત

Live TV

X
  • શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે અથડાતા ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યુ, 15ના મોત 

    સુરત જિલ્લાના કિમ ચાર રસ્તા નજીક રોડની બાજુમાં આવેલી ફૂટપાથ પર સુતેલા પરપ્રાંતીય શ્રમિકો પર ડમ્પર ચડી જતા 13જેટલા શ્રમિકોના ઘટનાસ્થળ પર કરુણ મોત નિપજ્યા છે. ડમ્પર કિમ નેશનલ હાઇવે પરથી માંડવી તરફ જઈ રહ્યું હતું ત્યારે સામેથી આવતા શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે અથડાતા ડમ્પર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડની બાજુમાં આવેલી ફૂટપાથ પર ચઢી જતા ત્યાં સુતેલા શ્રમજીવીઓને કચડી આગળ વધી હતી. 

    7 શ્રમજીવીઓને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા 

    તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના કુશલગઢના રહેવાસી છે. હજુ પણ 7 જેટલા શ્રમજીવીઓ સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. તેમાંથી 2ના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે અને મોતનો આંકડો વધવાની આશંકાઓ સેવાઇ રહી છે. ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

    અકસ્માતમાં મૃત્યુ પામેલા શ્રમિકોના નામની યાદી       

    1 મનિષાબેન કેળાભાઈ યાવરાભાઈ મહિડા    

    2 વનીતાબેન કેળાભાઈ યાવરાભાઈ મહિડા

    3 રાહુલભાઈ ભારજીભાઈ મહિડા

    4 સંગીતા દીલીપભાઈ હકરાભાઈ વસુનીયા 

    5 ચંપાબેન વાલુભાઈ પણદા 

    6 નરેશભાઈ વાલુભાઈ પણદા 

    7 રજીલાબેન વિકેશ રાવજીભાઈ મહિડા 

    8 વિકેશ રાવજીભાઈ મહિડા 

    9 શકનભાઈ રૂપચંદભાઈ વસુનીયા 

    10 મુકેશભાઈ કેળાભાઈ મહીડા 

    11 લીલાબેન મુકેશભાઈ કેળાભાઈ મહીડા

    12 તેજલ મુકેશભાઈ કેળાભાઈ મહીડા 

    13 અનીતાબેન મનીષભાઈ મહીડા 

    14 દીલીપભાઈ અકરાભાઈ વસનીયા 

    15 શોભનાબેન રાકેશભાઈ વસનીયા 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply