પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ દરમિયાન તેઓ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમોનું આયોજન કરશે.
પ્રધાનમંત્રી 29મી સપ્ટેમ્બરે ભાવનગર ખાતે પ્રથમ સીએનજી ટર્મિનલ અને બ્રાઉન ફિલ્ડ પોર્ટનો શિલાયન્સ કરશે. આ બંદર ચાર હજાર, 24 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવશે. જેમાં અત્યાધુનિક માળખાગત સુવિધા સાથે વિશ્વની ચોથી સૌથી મોટી લોક ગેટ સિસ્ટમ હશે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગરમાં નારી ખાતે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું પણ ઉદઘાટન કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી એ.પી.પી.એલ. કન્ટેનરનું પણ ઉદઘાટન કરશે.
દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું પણ લોકોર્પણ કરશે. આ મેટ્રો ટ્રેન બીજી ઓક્ટોબરથી નાગરીકોની સેવા માટે શરૂ કરવામાં આવશે. મેટ્રોના બંને કોરીડોરમાં અલગ અલગ પાંચ થી 25 રૂપિયા સુધીનો ટિકીટનો દર નક્કી કરાયો છે. બીજા તબક્કામાં ગાંધીનગરની સેવા પણ શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં અંદાજે 12 હજાર 925 કરોડનો ખર્ચ થયાનો અંદાજ છે. આ મેટ્રો પ્રોજેક્ટ 2014માં મંજુર થયા બાદ અત્યારસુધીમાં કુલ 910 લાખ માનવદિવસ રોજગારીનું પણ સર્જન થયું છે.
