Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી 27 સપ્ટેમ્બરે છોટા ઉદેપુર ખાતે 5206 કરોડ રૂ. ના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના છોટા ઉદેપુર જિલ્લા ખાતે 5206 કરોડ ₹ ના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શિક્ષણનું સ્તર વધુ ને વધુ બહેતર બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે, ત્યારે પ્રધાનમંત્રી મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 4505 કરોડ ₹ ના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. આ ઉપરાંત, વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

    મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 4505 કરોડ ₹ ના વિકાસકાર્યો પ્રધાનમંત્રી મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત 4505 કરોડ ₹ ના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ યોજના અંતર્ગત 1426 કરોડ ₹ ના કામોનું લોકાર્પણ અને 3079 કરોડ ₹ ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં 9088 નવીન વર્ગખંડો, 50,300 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 19,600 કોમ્પ્યુટર લેબ્સ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે.

    7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ

    પ્રધાનમંત્રી 22 જિલ્લાઓના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરશે. આ માટે 60 કરોડ ₹ નો ખર્ચ કરવામાં આવ્યો છે.

    આ ઉપરાંત, 277 કરોડ ₹ ના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, 251 કરોડ ₹ ના ખર્ચે શહેરી વિકાસ વિભાગ તેમજ 80 કરોડ ₹ ના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દાહોદ ખાતે 23 કરોડ ₹ ના ખર્ચે નવોદય વિદ્યાલય તેમજ 10 કરોડ ₹ ના ખર્ચે FM રેડિયો સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply