આગામી 5 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Live TV
-
ચોમાસાને લઈને મહત્વના સમાચાર છે કે હવે ગુજરાત રાજ્યમાથી ચોમાસાની વિદાય થવાની શરૂઆત થઈ રહી છે. રાજસ્થાન તરફથી ચોમાસુ વિદાય થવાની શરૂઆત થઇ રહી છે, આગામી થોડા દિવસોમાં ગુજરાત રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે તેમ હવામાન વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
તો હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે, આગામી 24 કલાકમાં ક્યાંક ભારે વરસાદ રહી શકે છે ,દક્ષિણ ગુજરાતમાં સુરત. ભરૂચમાં છુટોછવાયો ભારે વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં કચ્છ, અમરેલી, ગીર સોમનાથમાં છુટોછવાયો ભારે વરસાદ રહી શકે છે બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવો વરસાદ રહેશે, તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે ભેજના કારણે હાલ વરસાદી માહોલ છે. પણ હાલ વરસાદને લઈને કોઈ સિસ્ટમ સક્રિય નથી.
