અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના ત્રીજા દિવસ સુધીમાં 5.88 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા
Live TV
-
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના ત્રીજા દિવસ સુધીમાં 5.88 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કર્યા હતા. આજે મંદિરના શિખરે 526 જેટલી ધજાઓ ચઢી હતી. મંદિર ટ્રસ્ટના વિવિધ પ્રસાદ કેન્દ્રો ઉપર 3 લાખથી વધુ પ્રસાદના પેકેટોનું વેચાણ થયું હતું, ત્રીજા દિવસે અંબાજી મંદિરમાં દાન ભેટની આવક રૂપિયા 74 લાખ 19 હજાર નોંધાઈ હતી.
આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ મંદિરમાં દર્શન કર્યા હતા. સાથે જ અંબાજી નજીક થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી. કલેક્ટર અને SP પાસે અકસ્માતની વિગતો મેળવી હતી.
