Skip to main content
Settings Settings for Dark

પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ આહવા જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજી

Live TV

X
  • ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી  કુંવરજી હળપતિએ આહવા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં તેમણે જે તે વિભાગને ફાળવાયેલી ગ્રાન્ટ સમયસર પૂર્ણ કરી, જરૂરી વહીવટી અને તાંત્રિક મંજૂરીઓ પણ સમયસર મેળવી લેવાની તાકીદ કરી હતી. બેઠક દરમિયાન તેઓએ આદિજાતી વિકાસ વિભાગ, ગ્રામ વિકાસ, શ્રમ અને રોજગાર, આયોજન મંડળ, એટીવીટી, પાણી પુરવઠા,  શિક્ષણ, આરોગ્ય  સહિત કોવિડ સંબધિત સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા હાથ ધરી હતી. આ બેઠકમાં  જિલ્લા કલેક્ટર ધર્મેન્દ્રસિંહજી જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી  ડો.વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply