Skip to main content
Settings Settings for Dark

નડીયાદ ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન યોજાયું

Live TV

X
  • ખેડા જિલ્લાના નડીયાદ ખાતે ડો.આંબેડકર હોલમાં સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન યોજાયું હતું. આ મેળામાં કિશોરીઓને શિક્ષણ, આરોગ્ય, રોજગાર, બચત, સુરક્ષા, કાનુની સહાય સહિતના સ્ત્રીસશક્તિકરણના પાયાના મુદ્દાઓની માહિતિ આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ જણાવ્યું હતું કે નારી એ વ્યક્તિ, કુટુંબ, સમાજ કે રાષ્ટ્રના ઉત્થાનમાં હમેશાથી કેન્દ્ર-સ્થાને રહેલી છે.  જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીએ કિશોરી મેળાની મુલાકાત લઈ કિશોરીઓ માટે ભેદભાવ રહિત સમાજ નિર્માણ કરવા સિગનેચર કેમ્પેઈનમાં હસ્તાક્ષર કર્યા હતાં. આ મેળામાં ઉભા કરવામાં આવેલા સ્ટોલમાં બાળકોના હક અને કાયદા, ચાઈલ્ડ મેરેજ એક્ટ, પોકસો એક્ટ, મફત કાનૂની સહાય, કૌશલ્ય વર્ધનના વિવિધ ક્ષેત્રો, આઈ.ટી.આઈ અને કે.વી.કે.ના વિવિધ કોર્સ, સી ટીમ સુરક્ષા, સ્વબચાવ શિક્ષણ, પોસ્ટ બચત યોજના સહિત સરકારની વિવિધ યોજનાઓ વિશેની જાણકારી આપવામાં આવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply