રાજયના 18 જિલ્લાઓમાં શુક્રવારે લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું
Live TV
-
નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી આદેશ અનુસાર ગુજરાતના 18 જિલ્લાઓમાં શુક્રવારે લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ન્યાયાલય સંકુલમાં પણ મફત કાનૂની સહાયતા કેન્દ્રનો શુભારંભ કરાયો છે..આ સેન્ટર પર ફોજદારી કેસો માટે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત અને સક્ષમ કાનૂની સહાય આપવામાં આવશે. જેના માટે સેન્ટર ઉપર ચીફ ડિફેન્સ કાઉન્સિલ, ડેપ્યુટી ડિફેન્સ કાઉન્સિલ અને આસિસ્ટન્ટ ડિફેન્સ કાઉન્સિલ તરીકે ત્રણ વકીલોની નિમણુંક પણ કરી દેવામાં આવી છે.
