Skip to main content
Settings Settings for Dark

પ્રાકૃતિક ખેતીનો કમાલ: સુરતના કલ્પેશ પટેલે કેળાની ખેતીમાં બનાવ્યો રેકોર્ડ

Live TV

X
  • પ્રાકૃતિક ખેતીનો કમાલ: સુરતના કલ્પેશ પટેલે કેળાની ખેતીમાં બનાવ્યો રેકોર્ડ, કેન્દ્રીય કૃષિ મંત્રીએ પણ કરી પ્રશંસા

    પરંપરાગત અને રાસાયણિક ખેતીના વધતા ખર્ચથી પરેશાન ખેડૂતો માટે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનું સરસ ગામ આજે આશાનું કિરણ બન્યું છે. અહીંના પ્રગતિશીલ ખેડૂત કલ્પેશ પટેલે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ત્યાગ કરીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે. આ પ્રયોગ માત્ર સફળ જ નથી રહ્યો, પરંતુ આજે તેઓ સમગ્ર દેશના ખેડૂતો માટે એક 'રોલ મોડેલ' બની ગયા છે.

    એક લૂમનું વજન રેકોર્ડબ્રેક 73 કિલો!

    કલ્પેશ પટેલ પોતાના સાડા ત્રણ વીઘાના ખેતરમાં કેળની કોઈ એક-બે નહીં, પરંતુ 50થી વધુ અનોખી જાતોની પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે છે. યોગ્ય માવજત અને પ્રાકૃતિક ખાતરના પરિણામે તેમના ખેતરમાં કેળાની એક લૂમનું વજન રેકોર્ડબ્રેક 73 કિલો સુધી નોંધાયું છે, જે સામાન્ય ખેતી કરતા ઘણું વધારે છે.

    ખર્ચ ઝીરો, આવક ડબલ: વેલ્યુ એડિશનથી મેળવ્યો નફો

    પ્રાકૃતિક ખેતી અપનાવવાથી કલ્પેશભાઈને બેવડો ફાયદો થયો છે. મોંઘા રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઈડ્સનો ખર્ચ સાવ બંધ થઈ ગયો છે. તેઓ માત્ર કાચા કેળા વેચવાને બદલે ખેતરમાં જ કેળામાંથી વેફર અને પાવડર બનાવીને બજારમાં વેચે છે. આ મૂલ્યવૃદ્ધિના કારણે તેમની આવકમાં ધરખમ વધારો થયો છે.

    કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નોંધ લીધી

    કલ્પેશ પટેલની આ સફળતાની ગૂંજ હવે દિલ્હી સુધી પહોંચી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કલ્પેશભાઈની આ પ્રેરણાદાયી સંઘર્ષ અને સફળતાની કહાની શેર કરીને તેમની પીઠ થાબડી છે.

    દેશભરમાંથી મુલાકાતીઓનો ધસારો:

    હાલમાં કલ્પેશ પટેલના ફાર્મની મુલાકાત લેવા માટે ગુજરાત જ નહીં, પરંતુ દેશભરમાંથી ખેડૂતો, કૃષિ નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો આવી રહ્યા છે, જેથી તેઓ પણ આ અનોખી પ્રાકૃતિક ટેકનિક શીખીને પોતાના વિસ્તારમાં લાગુ કરી શકે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
apply