પ્રેમીએ ના પાડતાં તરુણીએ ટ્રેન નીચે પડતું મૂક્યું, પોલીસે કરી ધરપકડ
Live TV
-
તરુણીએ જ્યારે ચેતન સાથે લગ્નની માંગણી કરી તો ચેતને ના પાડી દીધી હતી.
આજના યુવાનો આધુનિકતાના છંદે ચઢી પ્રેમમાં નિષ્ફળ જતા આત્મહત્યા કરી લેતા હોય છે. આવો જ કિસ્સો નવસારીમાં પ્રકાશમાં આવ્યો છે. મૂળ સુરતના મહુવા તાલુકાના ગોપડા ગામની સગીરાને નવસારીના કુંભાર ફળિયાના યુવાન ચેતન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.
પ્રેમીના પ્રેમમાં પાગલ તરુણી ગત તારીખ ૨૬-૪-૧૮ના રોજ લગ્નમાં ગઈ હતી અને ત્યાંથી પ્રેમી ચેતન સાથે ભાગી નવસારી આવી ગઈ હતી. તરુણી નવસારીમાં બે દિવસ ચેતન સાથે રહી હતી. તરુણીએ જ્યારે ચેતન સાથે લગ્નની માંગણી કરી તો ચેતને ના પાડી દીધી હતી.
પ્રેમીએ ના પાડતાં તરુણીએ નવસારીના જલાલપોર તાલુકાના મંદિર ગામ પાસે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. તરુણીની આત્મહત્યા પાછળ પરિવારે પણ ચેતન પર શંકા દર્શાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે પ્રેમી ચેતનની દુષ્પ્રેરણા સામે આવતા તેની વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.