પ્લાસ્ટિક મુક્ત ગાંધીનગર: જૂના કપડાંમાંથી બનતી કાપડની થેલીઓનો નવતર પ્રયોગ
Live TV
-
વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં જ્યારે પર્યાવરણ સંરક્ષણની ચર્ચાઓ થતી હોય છે, ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાએ 'પ્લાસ્ટિક મુક્તિ' માટે એક પ્રેરણાદાયી પહેલ હાથ ધરી છે.
પ્લાસ્ટિકના દૂષણને રોકવા અને 3-R (Reduce, Reuse, Recycle) અભિયાનને વેગ આપવા માટે મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં RRR સેન્ટર્સ કાર્યરત કરવામાં આવ્યા છે.ગાંધીનગર મહાનગરપાલિકાએ સેક્ટર-૨૧ સ્થિત શાકમાર્કેટમાં એક અદભુત વ્યવસ્થા ઊભી કરી છે. અહીં નાગરિકો પોતાના ઘરે રહેલા જૂના અને નકામા કપડાં લઈને જઈ શકે છે, જેમાંથી ત્યાં ઉપસ્થિત બહેનો દ્વારા વિનામૂલ્યે કાપડની થેલીઓ તૈયાર કરી આપવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને રોજગારી પણ મળી રહી છે.ઓગસ્ટ ૨૦૨૫માં સેક્ટર-૨૧ ખાતે પ્રથમ RRR સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, જેને નાગરિકોનો વ્યાપક પ્રતિસાદ મળ્યો છે.આ સફળતા બાદ, અભિયાનને વધુ વેગ આપવા માટે એપ્રિલ ૨૦૨૬માં ટીપી-૯, ગુડા ગાર્ડન ખાતે બીજા RRR સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડીને ધરતીને પ્રદૂષણમુક્ત બનાવવાનો છે.મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે પર્યાવરણ માત્ર વૃક્ષારોપણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આપણી દૈનિક આદતોમાં બદલાવ લાવવો એ પણ એટલું જ જરૂરી છે. કાપડની થેલીનો આગ્રહ રાખીને દરેક નાગરિક આ પર્યાવરણીય ક્રાંતિમાં જોડાઈ શકે છે. 3-R ના મંત્રને અનુસરીને પ્લાસ્ટિકને 'બાય-બાય' કહીને ધરતીને વધુ સ્વસ્થ બનાવવી એ જ સમયની માંગ છે.
