ફાગણી પૂનમને લઇને ડાકોરમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર
Live TV
-
ડાકોરનું રણછોડજીનું મંદિર રોશનીથી શણગારવામાં આવ્યું છે.
આજરોજ ફાગણી પુનમના દિવસે ડાકોરમાં જય રણછોડના નાદ દ્વારા મંદિરના દ્વાર ખુલ્યાં. ડાકોરમાં શ્રદ્ધાળુઓની દર્શનાર્થે મોટી ભીડ ઉમટી છે. ડાકોરમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જય રણછોડના નાદ સાથે પહોંચ્યાં છે.
આરોગ્ય તંત્ર દ્વારા આ વખતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. જરૂર પડે પદયાત્રાળુઓનું સઘન ચેકીંગ પણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ અને પદયાત્રીઓએ દર્શનનો લાભ લીધો હતો.
આ ઉપરાંત પગપાળા આવતા ભકતોને સેવા માટે સમગ્ર વિસ્તારમાં વિવિધ જગ્યાએ સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના ટેન્ટ રાખવામાં આવ્યા છે. જેમાં જમવા, આરામ કરવો , નાસ્તો ત્યાં પાણી અને સરબતના પણ લગાવવામાં આવે છે.મહાદેવ સેવા મંડળ દ્વારા આ વર્ષે પણ ટેન્ટ બનાવવામાં આવ્યો છે. અને પગપાળા જતા કે વાહન ઉપર ડાકોર જતા તમામને અહીં પ્રેમથી બોલાવી અને જમાડે છે .ચા નાસ્તો પણ અહીં આપવામાં આવે છે.ડાકોરમાં ભાવિક ભક્તોને કોઈ જ તકલીફ ન પડે તે માટે ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આયોજન કરાયું છે
