Skip to main content
Settings Settings for Dark

CM રૂપાણીની અપીલ, હોળીમાં પરંપરાગત આહુતિ ઉપરાંત પંચતત્વની આહુતિ સૌ આપે

Live TV

X
  • ગુગળ, ગાયનું ઘી, સુકા લીમડાંના પાન, સરસવ અને કપૂર એવા પાંચ દ્રવ્યની આહુતિ

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં આનંદ ઉલ્લાસથી ઉજવતાં રંગ પર્વ હોળીને આરોગ્ય રક્ષા પર્વ બનાવવા  સૌ નાગરિકોને અપીલ કરી છે. તેમણે સમગ્ર રાજ્યમાં ગામડાં, નગરો કે જ્યાં સામૂહિક હોળી પ્રગટાવવામાં આવે છે ત્યાં સૌ કોઈ હોલીકાની અગ્નિ જ્વાળામાં પ્રવર્તમાન સ્થિતિમાં વાયુ વાતાવરણ શુદ્ધ અને જંતુમુક્ત રાખવાના રક્ષણાત્મક ઉપાયો માટે  હોળીમાં પરંપરાગત આહુતિ ઉપરાંત પંચતત્વની આહુતિ આપે તેવી સૌને અપીલ કરી છે. મુખ્યમંત્રીએ આ અનુરોધ કરતાં જણાવ્યું છે કે, વિશ્વની પ્રવર્તમાન આરોગ્યલક્ષી પરિસ્થિતિમાં વાતાવરણ શુદ્ધિ અને જંતુમુક્તિની આવશ્યકતા હેતુસર હોળીમાં ગુગળ, ગાયનું ઘી, સુકા લીમડાંના પાન, સરસવ અને કપૂર એવા પાંચ દ્રવ્યની આહુતિ આપવી જરૂરી છે. મુખ્યમંત્રીએ આ રંગ ઉમંગ પર્વ સૌના સ્વાસ્થ્યને રોગ મુક્ત રાખવાનું આરોગ્ય રક્ષા પર્વ બને તેવી અપીલ કરી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply