ફાગણી પૂનમે ડાકોર આવતા શ્રદ્ધાળુઓ માટે વહીવટી તંત્રએ બનાવી 'ડાકોર મેલા' એપ્લિકેશન, શ્રદ્ધાળુઓ એપ્લિકેશનની મદદથી લાઈવ દર્શનથી લઈને આરોગ્ય સેવાઓનો લઈ શકશે લાભ
Live TV
-
‘ડાકોર મેલા’ એપ્લિકેશન પરથી મંદિરમાં દર્શનનો સમય, લાઈવ દર્શન, લેટેસ્ટ ન્યુઝ, ડાકોરથી જતી ટ્રેનનું લીસ્ટ, જિલ્લા વહીવટી તંત્રના કંટ્રોલ રૂમ નંબર સહિતની માહિતી મેળવી શકાશે
ફાગણી પૂનમના મેળા નિમિત્તે સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ ભગવાન રણછોડરાયજીના દર્શન માટે ડાકોર આવતા હોય છે. દર્શનાર્થીઓને તેમની યાત્રા સંબધિત અગત્યની માહિતી સરળતાથી મળી શકે તે હેતુથી ખેડા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ‘ડાકોર મેલા’ નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. ‘ડાકોર મેલા’ એપ્લિકેશન પરથી મંદિરમાં દર્શનનો સમય, લાઈવ દર્શન, લેટેસ્ટ ન્યુઝ, ડાકોરથી જતી ટ્રેનનું લીસ્ટ, જિલ્લા વહીવટી તંત્રના કંટ્રોલ રૂમ નંબર, આરોગ્ય સેવાઓ, મંદિરનું ગુગલ મેપ લોકેશન, નજીકના જોવાલાયક સ્થળો, ડોનેશન માટે લિંક સહિતની માહિતી સરળતાથી મળી શકશે.