હવામાન વિભાગની આગાહીઃ રાજ્યમાં માર્ચના અંતથી જ કાળઝાળ ગરમી પડવાની શક્યતા
Live TV
-
કચ્છ, સૌરાષ્ટ્રના પોરબંદર અને ગીર સોમનાથમાં બે દિવસ માટે હીટ વેવની આગાહી
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ , રાજ્યમાં માર્ચના અંતથી જ કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. તેમજ કચ્છ, સૌરાષ્ટ્રના પોરબંદર અને ગીર સોમનાથમાં બે દિવસ માટે હીટ વેવની પણ આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં સૌથી વધુ 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જયારે અમદાવાદમાં 37 અને ગાંધીનગરમાં 36.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રય યાદવે જણાવ્યું કે, પવનની દિશા બદલતા હિટ વેવની અસર રહેશે, અને આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ગરમીથી કોઈ રાહત નહીં મળે.