સાબરકાંઠાના હિંમતનગરમાં રૂ. 49 લાખની લૂંટ મામલે 7 આરોપીઓની અટકાયત
Live TV
-
સોના-ચાંદીના દાગીના બિલ વગર કેમ વેચો છો, તેમ કહીને આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી દાગીના છીનવી લીધા હતાઃ અન્ય 5 આરોપીઓની શોધખોળ ચાલુ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બસ સ્ટેન્ડ વિસ્તારમાં સવારના સમયે 49 લાખની લૂંટ થવાના મામલે પોલીસને સફળતા મળી છે. તેમજ ફરિયાદીએ કરેલી ફરિયાદ અનુસાર આંગડિયા પેઢીના કર્મચારીઓ અમદાવાદથી 49 લાખના સોના ચાંદીના દાગીના લઈ હિંમતનગર બસ સ્ટેન્ડ ઉતર્યા હતા, જ્યાં પહેલાથી જ રેકી કરી રહેલા બે આરોપીઓએ આંગડિયા પેઢીના કર્મચારીઓને ગાડીમાં બેસાડી મહેતાપુરા વિસ્તાર તરફ ભાગી છૂટ્યા હતા. તેમજ સોના-ચાંદીના દાગીના બિલ વગર કેમ વેચો છો, તેમ કહી તેમની પાસેથી દાગીના છીનવી લીધા હતા. પોલીસે આ મામલે બાતમીના આધારે સાત આરોપીઓની અટકાયત કરી છે, તેમજ અન્ય 5 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.