હોળીના તહેવારને ધ્યાને રાખીને પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી અને ગોમતીનગર વચ્ચે સ્પેશ્યલ ટ્રેનની બે ટ્રીપ દોડાવવાનો નિર્ણય લેવાયો
Live TV
-
ટ્રેન નંબર 09405 સાબરમતી-ગોમતીનગર સ્પેશ્યલ ટ્રેન 22 માર્ચ શુક્રવારે રાત્રે 10 વાગે ઉપડશે જે બીજા દિવસે રાત્રે 10.20 કલાકે ગોમતીનગર પહોંચશે
હોળીના તહેવારને ધ્યાને રાખીને પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી અને ગોમતીનગર વચ્ચે સ્પેશ્યલ ટ્રેનની બે ટ્રીપ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ટ્રેન નંબર 09405 સાબરમતી-ગોમતીનગર સ્પેશ્યલ ટ્રેન 22 માર્ચ શુક્રવારે રાત્રે 10 વાગ્યે ઉપડશે જે બીજા દિવસે રાત્રે 10.20 કલાકે ગોમતીનગર પહોંચશે, અને ટ્રેન નંબર 09406 ગોમતીનગર-સાબરમતી સ્પેશ્યલ ટ્રેન 24 માર્ચે સવારે છ વાગ્યે ગોમતીનગરથી ઉપડશે, જે બીજા દિવસે સવારે સાત વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેનોમાં સેકન્ડ એસીનો એક કોચ, થર્ડ એસીના 3 કોચ, સ્લીપર શ્રેણીના 15 કોચ અને સામાન્ય શ્રેણીનો કોચ હશે. આ ટ્રેનો માટે IRCTC ની વેબસાઈટ પર 21 માર્ચથી બુકીંગ શરૂ થશે.