Skip to main content
Settings Settings for Dark

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદ દ્વારા 9 થી 13 માર્ચ દરમિયાન યુવા સંશોધકો માટે 'કન્ડેન્સ્ડ મેટર ફિઝિક્સ' પર નેશનલ વર્કશોપનું આયોજન

Live TV

X
  • ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL), અમદાવાદ દ્વારા આગામી 9 થી 13 માર્ચ 2026 દરમિયાન "PRL વર્કશોપ ઓન કન્ડેન્સ્ડ મેટર ફિઝિક્સ" નું આયોજન આવ્યું છે. આ રાષ્ટ્રીય સ્તરની વર્કશોપ ખાસ કરીને પીએચ.ડી. (PhD) ના શરૂઆતના તબક્કાના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી છે. નેશનલ વર્કશોપના મુખ્ય ઉદ્દેશ્યો : આ વર્કશોપ આધુનિક ક્વોન્ટમ કન્ડેન્સ્ડ-મેટર ફિઝિક્સના મુખ્ય ખ્યાલો અને પાયાના સૈદ્ધાંતિક સાધનોનો વ્યાપક પરિચય આપશે.

    આ કાર્યક્રમમાં ટોપોલોજી ઇન નોન-ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ્સ, સેમિક્લાસિકલ ટ્રાન્સપોર્ટ થીયરી, ધ ક્વોન્ટમ હોલ ઇફેક્ટ, ગ્રીન્સ ફંક્શન્સ અને મેની-બોડી ફિઝિક્સ તેમજ સુપરકન્ડક્ટિવિટીની થીયરી જેવા મહત્વના વિષયો આવરી લેવામાં આવશે. આ લેક્ચર્સ અને ટ્યુટોરિયલ્સ ભારતની અગ્રણી સંશોધન સંસ્થાઓના પ્રખ્યાત ફેકલ્ટી દ્વારા આપવામાં આવશે. સમગ્ર ભારતની વિવિધ સંસ્થાઓમાંથી 50 થી વધુ પ્રતિભાગીઓ આ ઇવેન્ટમાં જોડાશે તેવી અપેક્ષા છે. વિદ્યાર્થીઓને તેમના સંશોધન કાર્યને 'ફ્લેશ ટૉક' દ્વારા રજૂ કરવાની તક મળશે, જેનાથી યુવા સંશોધકો વચ્ચે શૈક્ષણિક આદાનપ્રદાન વધશે.

    આ વર્કશોપમાં 8માં વાર્ષિક પ્રતિષ્ઠિત PRL-IAPT (ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિક્સ ટીચર્સ) લેક્ચરનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે PRL ના પ્રોફેસર દિવ્યેન્દુ ચક્રવર્તી દ્વારા આપવામાં આવશે. આ શ્રેણીનો ઉદ્દેશ્ય ઉચ્ચ સ્તરીય સંશોધન અને સ્નાતક કક્ષાના શિક્ષણ વચ્ચે સેતુ બાંધવાનો અને ભૌતિક વિજ્ઞાનના શિક્ષણને વધુ અસરકારક બનાવવાનો છે.

    ભારતમાં ક્વોન્ટમ મટીરિયલ્સ ક્ષેત્રે વધી રહેલા સંશોધકોની સંખ્યાને ધ્યાનમાં લેતા, આ પ્રકારની કાર્યશાળાઓ વૈજ્ઞાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવામાં અને દેશના સંશોધન ક્ષેત્રને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

    વર્કશોપ અંગેની વધુ વિગતો માટે https://sites.google.com/view/prlcmpworkshop/home વેબસાઇટ ની મુલાકાત લઈ શકાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply