ફૂલોથી હોળી રમીને પાણીના બચાવવાનો આપ્યો સંદેશો
Live TV
-
રાજસ્થાની સમાજના લોકો પરંપરાગત રીતે હોળીના તહેવાર પહેલા ફંગોત્સવની ઉજવણી કરે છે. ત્યારે સુરતમાં લાખોની સંખ્યામાં રાજસ્થાની સમાજના લોકો વસે છે. જેમાં મોટા ભાગના લોકો કાપડના વેપાર સાથે સંકળાયેલા છે. મંગળવારે સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી જે જે માર્કેટમાં ટેકસટાઇલ સંસ્થા ફોસટા દ્વારા હોળી સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું હતું. તદ્ ઉપરાંત ખટોદરા વિસ્તારના કોમ્યુનિટી હોલમાં પણ કાપડના વેપારીઓએ હોળી સ્નેહમિલનનું આયોજન કર્યું હતું. આ હોળી સ્નેહમિલનમાં ઉપસ્થિત વેપારીઓએ પાણીથી નહીં, પરંતુ ફૂલોથી હોળી રમીને પાણીના બચાવવાનો સંદેશો આપ્યો હતો.