બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજને રૂ. 1700 કરોડની મંજૂરી
Live TV
-
આણંદ જિલ્લામાં મહી નદી પર ધુવારણ નજીક બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકારે અંદાજિત રૂ. 1700 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
આ મહત્ત્વાકાંક્ષી યોજના હેઠળ 2 કિલોમીટર લાંબું બ્રિજ અને અંદાજે 70 દરવાજાવાળું બેરેજ બનાવાશે.પ્રોજેક્ટ દ્વારા આશરે 183 મિલિયન ઘન મીટર મીઠા પાણીનો સંગ્રહ થશે, જેના કારણે 80 જેટલા ગામોના 15 લાખથી વધુ લોકોને પીવાનું પાણી મળશે. સાથે જ 16 હજાર હેક્ટર વિસ્તારમાં ખારાશની સમસ્યા દૂર થવાથી ખેડૂતોને મોટો લાભ થશે.બેરેજ કમ બ્રિજ બનવાથી ખંભાત-તારાપુર અને જંબુસર-દહેજ વચ્ચેનું અંતર અંદાજે 75 કિલોમીટર ઘટશે, જેના કારણે પરિવહન, વેપાર અને ઉદ્યોગોને વેગ મળશે. આ યોજના આણંદ, વડોદરા અને ભરૂચ જિલ્લાના 409 ગામો તથા 32 તળાવોને સીધો કે પરોક્ષ લાભ પહોંચાડશે.
