વડોદરામાં શાળા પ્રવેશોત્સવ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બાળકોનું સ્વાગત
Live TV
-
વડોદરાની મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મહિલા-બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનીષા વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વાલીઓ ખૂબ જ વિશ્વાસ સાથે તેમના બાળકોને શિક્ષકોને સોંપે છે, ત્યારે શિક્ષકોએ આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ. તેમણે બાળકોને ભારમુક્ત અને રમતા-રમતા શિક્ષણ આપવા તથા રમત-ગમત, કલા અને સંગીત જેવી પ્રવૃત્તિઓ પર ભાર મૂકવા અનુરોધ કર્યો હતો.વડોદરા નગર શિક્ષણ સમિતિની કામગીરીની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, આ વર્ષે 7,544 બાળકોએ નવો પ્રવેશ મેળવ્યો છે, જેમાં 1354 બાળકો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં જોડાયા છે. આ ડ્રોપઆઉટ ઘટાડવાની સફળતા બદલ તેમણે તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર ભૂલકાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડૉ. વિપુલ ભરતીયાએ “વિઝન 2030” અંતર્ગત શાળાઓમાં હાઇટેક સુવિધાઓ અને અનુભવજન્ય શિક્ષણ આપવાની બ્લુપ્રિન્ટ રજૂ કરી હતી.
