'શાળા પ્રવેશોત્સવ-2026': સાણંદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો વિદ્યાર્થીઓને પ્રવેશ
Live TV
-
રાજ્યમાં 100 ટકા નામાંકનના લક્ષ્ય સાથે ઉજવાઈ રહેલા 24મા 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026'ના ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાણંદ ખાતે પીંપણ અને મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ 2003માં શરૂ કરેલો આ કાર્યક્રમ આજે જન-જનનો લોકોત્સવ બની ગયો છે. સરકારી શાળાઓની બદલાયેલી છબીને કારણે આજે તેમાં પ્રવેશ મેળવવા માટે ભલામણો કરાવવી પડે છે, જે શિક્ષણ ક્ષેત્રે મોટી સિદ્ધિ છે.સાણંદ મોડેલ સ્કૂલમાં કુલ 209 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પી પ્રવેશ અપાયો હતો. મુખ્યમંત્રીએ શાળામાં ઉપલબ્ધ એક્ટિવિટી બેઝડ સાયન્સ લેબ અને કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ, આચાર્ય અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જળસંચય માટે ‘કેચ ધ રેન’ અને પર્યાવરણ માટે ‘એક પેડ મા કે નામ’અભિયાનમાં સહભાગી થવા સૌને અપીલ કરવામાં આવી હતી.
