બનારસ-પ્રયાગરાજ સેક્શનમાં બ્લોકને કારણે અમદાવાદ-પટના એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલશે
Live TV
-
પૂર્વોત્તર રેલવેના વારાણસી મંડળના બનારસ-પ્રયાગરાજ સેક્સનમાં ઝુસી-પ્રયાગરાજ રામબાગ સ્ટેશનો વચ્ચે પેચ ડબલિંગ કામ માટે સૂચિત ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે, અમદાવાદ-પટના એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલશે. જેની વિગતો નીચે મુજબ છે.
8 ડિસેમ્બર 2024ના રોજ, અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 19421 અમદાવાદ-પટના એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ માણિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-બનારસ-પંડિત દીનદયાળ ઉપાધ્યાય ના બદલે પરિવર્તિત માર્ગ વાયા માણિકપુર-પ્રયાગરાજ છિવકી - મિર્ઝાપુર- પંડિત દીનદયાળ ઉપાધ્યાય ના રસ્તે ચાલશે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન પ્રયાગરાજ, પ્રયાગરાજ રામબાગ, જ્ઞાનરોડ, વારાણસી અને કાશી સ્ટેશનો પર નહીં જાય.
10 ડિસેમ્બર, 2024ના રોજ, પટનાથી ચાલનારી ટ્રેન નંબર 19422 પટના-અમદાવાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ પંડિત દીનદયાલ ઉપાધ્યાય-વારાણસી બનારસ-પ્રયાગરાજ-માણિકપુર ને બદલે પંડિત દીનદયાલ ઉપાધ્યાય-મિર્ઝાપુર-પ્રયાગરાજ છિવકી-માણિકપુર ના રસ્તે ચાલશે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન કાશી, વારાણસી, જ્ઞાનરોડ, પ્રયાગરાજ રામબાગ અને પ્રયાગરાજ સ્ટેશનો પર નહીં જાય.
કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર ટ્રેનના સમય, સ્ટોપેજ, માર્ગ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો મુલાકાત લઈ શકે છે.
