Skip to main content
Settings Settings for Dark

બનાસકાંઠામાં ટેકાનો ભાવ ન મળતા ખેડૂતો ખફા, આંદોલનની આપી ચિમકી

Live TV

X
  • પાકેલા ઘઉં ખરીદવા રાજ્ય સરકારે 347 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કરાયો.

    બનાસકાંઠા જિલ્લામાં હાલ રવિપાકને ખેડૂતો વેચાણ કરવા નીકળ્યા છે પણ પોષણક્ષમ ભાવો ન મળતા રોષે ભરાયા છે. જેને લઇ દાંતા તાલુકાના કેટલાક ખેડૂતો સરકારી માલ ગોડાઉન ઉપર હલ્લાબોલ કર્યો હતો અને ભાર સૂત્રો ચાર સાથે ગોડાઉનમાં ધસી જય પાકેલા અનાજ ટેકાના ભાવે ખરીદવા માંગ કરી હતી. દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે. જ્યાં ખેડૂતો પણ આદિવાસી મોટી સંખ્યામાં આવેલા છે. તાલુકામાં હાલ 1000 હેકટર જેટલા વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરાયું હતું. આ પાકેલા ઘઉં ખરીદવા રાજ્ય સરકારે 347 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કરાયો છે અને આ ઘઉં ટેકાના ભાવે ખરીદવાની જવાબદારી હાલ ગુજરાત રાજ્ય પુરવઠો વિભાગના સરકારી ગોડાઉનમાં નોડલ એજન્સી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પણ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ ગોડાઉન માં બેઠેલા સરકારી બાબુઓ રાજ્ય સરકારના આદેશનું અનાદર કરતા હોય તેમ ખેડૂતોને વારંવાર ધક્કા ખવડાવી રહ્યા છે. પરિણામે ખેડૂતોને જે ઘઉં ટેકાના ભાવે 347 રુપિયા મળવા જોઈએ તેના બદલે બજારમાં 290 થી 300 સુધીનો જ ભાવ મળતા ખેડૂતોને હાલ રાત પાણી રોવાનો વારો આવ્યો છે. આમ ઘઉં જ નહીં પણ દિવેલા રાયડો જેવા પાકોમાં પણ પોષણ ક્ષમ ભાવ ન મળતા કરોડો રૂપિયાની નુકશાની હાલ ખેડૂતોને થઈ રહી છે. ખેડૂતોએ ચીમકી ઉપચારી છે કે જો 7 થી 10 દિવસમાં ટેકાના ભાવે અનાજ નહીં ખરીદાય તો ખેડૂતો આત્મ વિલોપન કરશે. જેને સઘળી જવાબદારી સરકારની રહેશે અને તેથી પણ જલદી આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

    જોકે આ બાબતે દાંતાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સંચાલક જણાવી રહ્યા છે કે ખેડૂતોનો અનાજ ટેકાના ભાવે અમને ખરીદવા કોઈ સત્તા અપાયી નથી. જો ખેડૂતોને એપીએમસીમાં બજારના ભાવે ન પોષાતું હોય તો તેમ ને સરકારી ગોડાઉનમાં મોકલીએ છીએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply