બનાસકાંઠામાં સિવિલ હોસ્પિટલનું નહી થાય ખાનગીકરણ-શંકર ચૌધરી
Live TV
-
સિવિલ હોસ્પિટલનો માત્ર સરકારી હોસ્પિટલ તરીકે જ ઉપયોગ રહેશે-શંકર ચૌધરી
બનાસકાંઠાના પાલનપુર ખાતે સ્થાનિક મેડિકલ કોલેજનું સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે આ મુદ્દે ,એક નવા વિવાદે જન્મ લીધો છે, સ્થાનિક સમાજ વિરોધી તત્વો દ્વારા એવો દુષપ્રચાર કરવામાં આવી રહ્યો છે કે, સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે. પણ આ મુદ્દે બનાસ ડેરીના ચેરમેન ,શંકરભાઇ ચૌધરીએ એક પ્રેસ કોંફરન્સ કરીને જણાવ્યું હતું કે, જ્યાં સુધી મેડિકલ કોલેજના ભવન અને જરૂરી સંસાધનોનું નિર્માણ ન થઈ જાય ત્યાં સુધી ,એટલે કે શરૂઆતના ચાર વર્ષ સુધી ,સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત રહેશે. ત્યારબાદ સિવિલ હોસ્પિટલનો માત્ર સરકારી હોસ્પિટલ તરીકે જ ઉપયોગ રહેશે. તેમજ સિવિલનું કોઈ જ ખાનગીકરણ નથી થઈ રહ્યું તેવો સપષ્ટ ખુલાસો આપ્યો હતો