અરબી સમુદ્રમાં કાર્ગો શીપમાં બની દુર્ઘટના
Live TV
-
જામનગરનાં રોજી બંદર નજીક અરબી સમુદ્રમાં કાર્ગો શીપમાં બની દુર્ઘટના મધ દરિયે શીપમાં ગેસ લીકેજની ઘટનાથી શીપમાં સવાર બે વિદેશીઓના મોત નીપજ્યા હતા.
જામનગર નજીક અરબી સમુદ્રમાં કોલસો ભરીને નવલખી બંદર તરફ જઈ રહેલા ફંગ હ્યું હાઈ કાર્ગો શીપમાં અચાનક ગેસ લીકેજની દુર્ઘટના બનવા પામી હતી. ગેસ લીકેજ ના કારણે ત્યાં હાજર ચાઇનીઝ ક્રું મેમ્બરઓ માના ત્રણ ક્રૂ મેમ્બરો ગેસ ગળતરમાં ફસાયા હતા. જેઓને તાત્કાલિક અન્ય બાજની મદદથી જામનગરનાં રોજી બંદર ઉપર ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓને જામનગરની ગુરુ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા પહેલા બે ચાઇનીઝ ક્રૂ મેમ્બરો નાં મોત નીપજ્યા હતા. જયારે અન્ય મેમ્બરોને ગુરુ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ ઈમરજન્સી થી સારવાર માટે પહોંચાડી તાત્કાલિક સારવાર આપવામાં વી બાજ માં આવેલા ચાઈનીસ ક્રૂ મેમ્બરો ને લો ટાઇડ હોવા છતાં પણ હિટાચી મશીન ની મદદ થી રેસ્ક્યુ કરી બંદર પર લાવવામાં આવ્યા હતા ૧૦૮ ઈમરજન્સી સેવાની મદદ થી ગેસ ગળતર નો ભોગ બનેલા અન્ય ચાઈનીસ ક્રું મેમ્બરોને બચાવવામાં સફળતા મળી હતી.