આદિવાસી સંસ્કૃતિને બચાવવા સંમેલન યોજાયું
Live TV
-
અંબાજીના જીએમડીસી મેદાનમાં જનજાતિ કલ્યાણ આશ્રમ બનાસકાંઠા અને સાબરકાંઠા દ્વારા 50 જેટલા ગામોના મહીલા તથા પુરુષ આદીવાસી લોકોનું એક સંસ્ક્રૃતિ ગૌરવ સંમેલન યોજવામાં આવ્યુ હતુ.
સમગ્ર ગુજરાતમાં ધર્માન્તરણની પ્રવૃતિ વેગપકડી રહી છે. આ પ્રવૃતિને અટકાવવા ખુદ આદિવાસી સમાજના અગ્રણીઓ તથા આદીવાસી સમાજ માંથી બનેલા સંતો પોતાના તથા હિન્દુ સમાજની સંસ્ક્રૃતિને ટકાવી રાખવા આગળ આવ્યા છે. જેના પગલે આજે યાત્રાધામ અંબાજીના જીએમડીસી મેદાનમાં જનજાતિ કલ્યાણ આશ્રમ બનાસકાંઠા અને સાબરકાંઠા દ્વારા 50 જેટલા ગામોના મહીલા તથા પુરુષ આદીવાસી લોકોનું એક સંસ્ક્રૃતિ ગૌરવ સંમેલન યોજવામાં આવ્યુ હતુ. જેને અખીલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ ના મહામંત્રી અતુલજી જોગ તથા સ્વામી નારાયણ સંપ્રદાયના મહંત સંતપ્રસાદ સ્વામીએ દિપ પ્રગટાવીને સંમેલનને ખુલ્લો મુક્યો હતો. તેમનુ સ્થાનીક સમાજ દ્રારા સન્માન પણ કરવામાં આવ્યુ હતુ. જોકે આ પ્રસંગે જેને અખીલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમના મહામંત્રીએ જણાવ્યુ હતુ કે આ સંમેલન ખાસ કરીને ધર્મ, સંસ્ક્રૃતિ, રીતી-રીવાજ, પ્રત્યે ગૌરમની લાગણી ઉત્પન્ન થાય તે માટેનો છે. દેશ ભરમાં આવા 309 જેટલા સંમેલનો આયોજીત કરાયા છે. એટલુ જ નહી આદીવાસી લોકોમાં ઈસાઈ મીશનરી દ્વારા લોભ લાલચ અને ભય દ્વારા પોતાના ધર્માન્તરણ કરાવી રહ્યા છે. જ્યારે આ પ્રસંગે મહંત સંતપ્રસાદ સ્વામી પણ ક્રિસ્ચન મીશનરીઓ ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યુ હતુ કે ક્રિશ્ચન લોકો તથા બીજા દેશના લોકો આદીવાસી વિસ્તારોના ડુંગરોમાં ફરીને પોતાના વૈશ્ર્વીક ધર્મની દુહાઈ આપી રહ્યા છે. તેમના દ્રારા અપાતા પ્રલોભોનોને લઈ કેટલાક લોકોએ ધર્મ પરીવર્તન પણ કર્યુ છે. પણ હવે તેમને પાછા પોતાના સાચા ધર્મ તરફ વાળવામાં આવશે.