કઠુવા પીડિતા બાળકીના પર રાજનીતિ કરી દેશની જનતાને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે : સાધ્વી પ્રજ્ઞા ઠાકોર
Live TV
-
માલેગાવ બ્લાસ્ટમાં આરોપી તરીકે શંકાના દાયરામાં સાધ્વીને ધરપકડ કરી હતી. ત્યારબાદ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.
માલેગાવ બ્લાસ્ટમાં આરોપી તરીકે શંકાના દાયરામાં આવેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકોરને ૨૦૦૭માં દક્ષિણ ગુજરાતના સુરતથી ધરપકડ કરી હતી. ત્યારબાદ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. ગુજરાતમાં ધરપકડ થયા બાદ ગુજરાતમાં પ્રથમવાર નવસારી જીલ્લાના બીલીમોરા શહેરનાં શ્રી નવનાથ આશ્રમના ગજાનંદ મોહત્સવમાં પધારેલા સાધ્વીજીએ પત્રકારો સાથેની વાતચીતમાં કઠુવા પીડિતા બાળકીના પર રાજનીતિ કરી દેશની જનતાને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. તત્કાલીન સરકાર પર વિશ્વાસ વ્યક્ત કરીને વામપંથીઓ ,કોંગ્રસ અને મુસ્લિમો પર વરસ્યા હતા. રામમંદિરના મુદ્દે રામમંદિર બનશે અને તે પણ આપણા દેશના સંતો નક્કી કરશે નહિ કોઈ રાજનીતિક પાર્ટીઓ, શ્રી રામ આપણા દેશના હતા એટલે રામભૂમિમાં મંદિર બનશે.