Skip to main content
Settings Settings for Dark

બનાસકાંઠા એજ્યુકેશન વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન સ્પર્ધા

Live TV

X
  • જિલ્લા શિક્ષણ વિભાગના ફેસબુક પેજના માધ્યમ થી, ઓનલાઈન કવિઝ-કવિતા લેખન , દેશભક્તિ ગીત, તેમજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

    15 મી ઓગસ્ટ ના રોજ, સ્વતંત્રતાપર્વ નિમિત્તે આમ તો દર વર્ષે શાળાઓમાં દેશભક્તિ ગીત, કવિઝ સ્પર્ધા વગેરેનું આયોજન થતું રહે છે. પરંતુ વર્તમાનમાં કોરોના મહામારીને લીધે , શાળાઓ બન્ધ છે. તે સ્થિતીમાં જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેના માર્ગદર્શન હેઠળ, વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા એજ્યુકેશન વિભાગ દ્વારા , 10 થી 14 ઓગસ્ટ દરમ્યાન ધોરણ 6 થી 8 , અને ધોરણ-9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે , જિલ્લા
    શિક્ષણ વિભાગના ફેસબુક પેજના માધ્યમ થી, ઓનલાઈન કવિઝ-કવિતા લેખન , દેશભક્તિ ગીત, તેમજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઓનલાઈન પ્રમાણપત્ર આપીને , સન્માનિત કરવામાં આવશે. ઉપરાંત દરેક સ્પર્ધામાં સૌથી શ્રેષ્ઠ દેખાવ કરનારા વિધાર્થીઓને , 15 મી ઓગસ્ટના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં બોલાવીને , રૂબરૂ સન્માન કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply