ગોંડલ રાજવી પરિવારે પોતાની કારને આરોગ્ય વિભાગને ભેટ અર્પણ કરી
Live TV
-
જયોતિન્દ્રસિંહજી સાહેબે પોતે જે કાર ઉપયોગમાં લેતા હતા , તેને જ એમ્બ્યુલન્સ બનાવી ડેપ્યુટી કલેકટરને અર્પણ કરી હતી
કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે રાજકોટ જિલ્લાના ગોંડલમાં રાજવી પરિવારે પોતાની કારને ,કોરોનામાં એમ્બ્યુલન્સ તરીકે આરોગ્ય વિભાગને ભેટ અર્પણ કરી છે. કારણકે ગોંડલમાં નગરપાલિકાની એક એમ્બ્યુલન્સ છે કેટલીક વાર એમ્બ્યુલન્સ હાજર ન મળતી હોય તેથી ગોંડલ રાજવી પરિવારે પોતાની કારને તેને જ એમ્બ્યુલન્સ બનાવી ડેપ્યુટી કલેકટરને અર્પણ કરી હતી. ગોંડલ પંથકમાં કોરોનાના કેસ ખુબજ વધી રહ્યાં છે, તેવા સંજોગોમાં પોઝીટીવ દર્દીઓને ક્યારેક રાજકોટ લઈ જવા માટે , એમ્બ્યુલન્સ પણ ન મળતી હોય તે વાત , ગોંડલ મહારાજા જ્યોતિન્દ્રસિંહજી સાહેબ , તથા યુવરાજ હીમાંશુસિંહજી સાહેબને ધ્યાને આવતા , તેમણે ઉમદા હેતુથી નવી એમ્બ્યુલન્સ ગોંડલને ભેટ આપવાનું નક્કી કર્યું હતુ. પરંતુ એમ્બ્યુલન્સમાં દરેક કંપનીમાં વેઇટિંગ ચાલતું હોવાથી , જયોતિન્દ્રસિંહજી સાહેબે પોતે જે કાર ઉપયોગમાં લેતા હતા , તેને જ એમ્બ્યુલન્સ બનાવી ડેપ્યુટી કલેકટરને અર્પણ કરી હતી.
