ભક્તો વિના સૂની થઈ સુરતના ઇસ્કોન મંદિરની જન્માષ્ટમી
Live TV
-
જન્માષ્ટમી નિમિત્તે ભક્તો ભગવાનના ઓનલાઇન દર્શન કરશે
આજે સમગ્ર વિશ્વના કૃષ્ણ ભક્તો સરાબોર કૃષ્ણ જન્મ ઉજવવા આતુર હોય છે ત્યારે સુરત ના ઇસ્કોન મંદિર દ્વારા પણ માત્ર મંદિરના પૂજારી, અને સંતો દ્વારા જ મંદિરમાં જન્માષ્ટમી નિમિત્તે મંદિરને ફૂલોથી શણગાર કરવામાં આવશે.જો કે ભક્તોને આ વખતે મંદિરમાં પ્રવેશ નહિ આપવામાં આવે.જન્માષ્ટમી નિમિતે ભક્તો ભગવાન ના દર્શન કરે તે માટે ઓનલાઈન સુવિધા ઉભી કરવામાં આવી છે.જન્માષટમીના પર્વને લઈ પોલીસ બંદોબસ્ત ની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.સવારે સાડા ચાર વાગ્યે મંગલા આરતી અને રાત્રે ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.દર વર્ષે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ભવ્ય શણગાર અને લાઈટ થી મંદિર ને શણગાર કરવામાં આવે છે પરંતુ આ વખતે કોરોના ની મહામારી ને લઈ સાદગીપૂર્ણ ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
